Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1004

1875 Mantra
Devata- इन्द्रः Rishi- गोतमो राहूगणः Chhand- पङ्क्तिः Swara- पञ्चमः
Mantra with Swara
य꣢दु꣣दी꣡र꣢त आ꣣ज꣡यो꣢ धृष्णवे धीयते धनम् । युङ्क्ष्वा मदच्युता हरी कं हनः कं वसौ दधोऽस्माँ इन्द्र वसौ दधः ॥१००४॥

यत् । उ꣣दी꣡र꣢ते । उ꣣त् । ई꣡रते꣢꣯ । आ꣣ज꣡यः꣢ । धृ꣣ष्ण꣡वे꣢ । धी꣣यते । ध꣡न꣢꣯म् । यु꣣ङ्क्ष्व꣢ । म꣣दच्यु꣡ता꣢ । म꣣द । च्यु꣡ता꣢꣯ । हरी꣢꣯इ꣡ति꣢ । कम् । ह꣡नः꣢꣯ । कम् । व꣡सौ꣢꣯ । द꣣धः । अस्मा꣢न् । इ꣣न्द्र । व꣡सौ꣢꣯ । द꣣धः ॥१००४॥

Mantra without Swara
यदुदीरत आजयो धृष्णवे धीयते धनम् । युङ्क्ष्वा मदच्युता हरी कं हनः कं वसौ दधोऽस्माँ इन्द्र वसौ दधः ॥

यत् । उदीरते । उत् । ईरते । आजयः । धृष्णवे । धीयते । धनम् । युङ्क्ष्व । मदच्युता । मद । च्युता । हरीइति । कम् । हनः । कम् । वसौ । दधः । अस्मान् । इन्द्र । वसौ । दधः ॥१००४॥

Samveda - Mantra Number : 1004
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 3; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 6; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (यद् आजयः उदीरते) જ્યારે મનુષ્યની અંદર દેવાસુર વૃત્તિઓનો સંઘર્ષ સંગ્રામ ઉત્પન્ન થાય છે-ઉફાણે ચડે છે, (धृष्णवे धनं धीयते) ત્યારે હે પરમાત્મન્ ! તારા તરફથી દૃઢ-સ્થિર ચિત્ત ઉપાસકને પ્રસાદકર ગુણ ધારણ કરાવવામાં આવે છે (मदच्युता हरी युंक्ष्व) પાપમદને ચ્યુત કરનાર દુઃખ અપહર્તા સુખ આહર્તા તારા દયા અને પ્રસાદધર્મોને મારામાં—ઉપાસકમાં યુક્ત કર (कं हनः कं वसौ दधः) કોઈને નાસ્તિકને નષ્ટ કરે છે અને કોઈને-આસ્તિક ઉપાસકને નિજવાસ-નિજશરણમાં ધારણ કરે છે. તેથી (अस्मान् वसौ दधः) હે ઐશ્વર્યવાન પરમાત્મન્ ! અમને ઉપાસકોને વાસ-શરણમાં ધારણ કર-કરે છે. (૬)


 
Essence
ભાવાર્થ : ઉપાસકની અંદર જ્યારે દેવાસુર વૃત્તિઓનો સંગ્રામ થવા લાગે છે, ત્યારે પરમાત્મા તે સ્થિર ચિત્તવાળા ઉપાસકને માટે તૃપ્તિકર જ્ઞાન અને શરણધનધારણ કરાવે છે તથા તેના દુઃખ અપહરણ કર્તા અને સુખ આહરણ કર્તા પોતાની દયા અને પ્રસાદ ધર્મોને યુક્ત કરીને પાપ મદને નષ્ટ કરે છે, નાસ્તિકને નષ્ટ કરે છે. આસ્તિક ઉપાસકને સમર્થ બનાવીને પોતાનાં શરણમાં લે છે. તેથી પરમાત્મન્ ! તું અમને-ઉપાસકોને તારા શરણમાં લે. (૬)